Advertisement



વર્ષોના વર્ષો લાગી જશે | varsho na varsho lagi jashe | poetry by - Nikunj Kukadiya (samarpan)


તને જો પામવા બેસું તો,વર્ષોના વર્ષો લાગશે!

વાતો તો ઘણી છે તારી - મારી,
પણ એ વાત કરવા બેસું તો,વર્ષોના વર્ષો લાગી જશે

લાગણીઓ તો ઘણી તૂટે છે,
પણ જો આ લાગણી સમેટવા બેસું તો,વર્ષોના વર્ષો લાગી જશે

ભૂલ તો ઘણી છે તારી અને મારી,
પણ હવે એ ભૂલ સ્વીકારવા બેસીએ તો,વર્ષોના વર્ષો લાગી જશે

હદય વિખેરાઈ ગયું છે આ,
પણ હવે આ ટુકડા જોડવા બેસું તો,વર્ષોના વર્ષો લાગી જશે

હવે તને જો પામવા બેસું તો,વર્ષોના વર્ષો  લાગી જશે...