સાતે જન્મ ખુશ રાખવાનું વચન આપનારાઓને,
મેં પળે પળે દુઃખી કરતા જોયા છે.
સાતે જન્મ તુ જ મળે એવું કેહનારાઓને,
મેં વેળા દર વેળા એ પાત્ર બદલતા જોયા છે.
સાતે જન્મ દરેક કામ મા તારો સાથ આપીશ એવું કેહનારાઓને,
મેં આરામ ખુરશીમાં બેસીને હુકમ ચલાવતા જોયા છે.
સાતે જન્મ તારી સાથે રહીશ એવું કહનારાઓને,
મેં ક્ષણે ક્ષણે જુદા થવાની ધમકી આપતા જોયા છે.
સાતે જન્મ તારા માન-સમ્માન જાળવી રાખવાનું વચન આપનારાઓને,
મેં ક્ષણે ક્ષણે એજ સમ્માન ના ધજાગરા ઉડાવતા જોયા છે.
To those who promise to keep seven births happy,
I have looked sadly from moment to moment.
For those who say that you are born with seven births,
I've seen the character change from time to time.
To those who say that seven births will accompany you in every work,
I sit in the chair and watch the order.
To those who say that seven births will be with you,
I have seen momentarily threatening separation.
To those who promise to maintain your dignity of seven births,
From time to time, I have seen flags of the same honor.