આ દુનિયાના વિશાળ સમુદ્રમાં થતી, હજારો લહેરો વચ્ચે તરીને,
"બસ, મારે એકવાર પોતાને મળવું છે"
દિલમાં ઉત્પન્ન થતા હજારો સવાલોના,જવાબ આપવા માટે મારે હિંમત કરીને પણ,
"બસ, મારે એકવાર પોતાને મળવું છે"
અરીસાની સામે રહી કોઈ પોતાને સમજી નથી શકતું એટલે,
"બસ, મારે એકવાર પોતાને મળવું છે"
એકલા ચાલવામાં રસ્તા પર ઘણી તકલીફો પડે છે,
પણ, જો તું સાથે હોઈ તો અગવડ ઓછી પડે...
એટલે જ, "બસ, મારે એકવાર પોતાને મળવું છે"
"જિંદગી" અને "પ્રેમ" જેવા શબ્દો મારે લાગણીઓથી સમજવા છે એટલે જ, "બસ, મારે એકવાર પોતાને મળવું છે"
રાત્રીના કલાકો સુધી મારે ઘણીબધી વાતો એકલતામાં કરવી છે, એટલે જ, "બસ, મારે એકવાર પોતાને મળવું છે"
તું તારી જાતને કેવી રીતે અંદરથી કોઈ પણ હાલાતોમાં સાચવે છે એ જોવું છે
એટલે જ, "બસ, મારે એકવાર પોતાને મળવું છે"
મને નથી ખબર તમારે પોતાને મળવું છે કે નહીં
પણ મારે એકવાર પોતાને તો મળવું જ છે...