Advertisement



આજનો દિવસ દિલથી જીવી લે gujrati poem by - Nikunj Kukadiya (samarpan)


કાલની ચિંતા તો ઘણી સતાવે છે,
પણ જીવવાના બહાના પણ ક્યાં ઓછા છે?
એટલે જ દોસ્ત...
                       આજનો દિવસ દિલથી જીવી લે

માણસની જવાબદારીઓ ક્યારેક થકવાડી નાખે છે,
પરંતુ ઘણીવાર ઉમ્મીદો જીવવામાં સાથ આપે છે.
એટલે જ દોસ્ત...
                       આજનો દિવસ દિલથી જીવી લે

કાલે કમાવવાના પૈસા આજની ઊંધ બગાડી નાખે છે
પરંતુ થકાન જ ક્યારેક વિચાર બદલી નાખે છે
એટલે જ દોસ્ત...
                       આજનો દિવસ દિલથી જીવી લે

જિંદગીની ક્ષણો ઘણીવાર નીકળ્યા પછી
ફરી પાછી નથી મળતી,
પણ એવી જ બીજી ક્ષણો ક્યાં નથી મળવાની?
એટલે જ દોસ્ત...
                       આજનો દિવસ દિલથી જીવી લે

વિચારો હંમેશા આગળનું જ વિચારવા મજબૂર કરે છે
પરંતુ દિલ જીવવા માટે ક્યાં ઓછું તડપે છે?
એટલે જ દોસ્ત...
                       આજનો દિવસ દિલથી જીવી લે

હું કહું છું એકવાર વિચાર કરજે પોતાનો,
અને જીવવાના કારણ આપજે,
કારણ કે, બધા ને જ નવો દિવસ જોવા મળતો નથી.
એટલે જ દોસ્ત...
                       આજનો દિવસ દિલથી જીવી લે



English poem lyrics

The anxiety of tomorrow is very disturbing,
But where is the excuse to live?
That's why friends ...
                       Live this day

Man's responsibilities are sometimes exhausting,
But often the nobility supports the living.
That's why friends ...
                       Live this day

Earning money tomorrow is a waste of time
But fatigue sometimes changes thoughts
That's why friends ...
                       Live this day

Moments of life often go away
Never come back
But where is there not another moment like this?
That's why friends ...
                       Live this day

Thoughts always force us to think ahead
But where does the heart yearn for less?
That's why friends ...
                       Live this day

I say think once,
And give you a reason to live,
Because not all have a new day.
That's why friends ...
                       Live this day