હું જે ધારું તે કરી શકું છું,
જે સમજુ તે સમજાવી પણ શકુ છું,
કારણ કે હું એક સ્ત્રી છું.
જેટલો પ્રેમ કરુ છુંને,
હા, હું જેટલો પ્રેમ કરુ છુંને,
એટલી નફરત પણ કરી શકુ છું,
કારણ કે હું એક સ્ત્રી છું.
સપના વસાવ્યા છે મારી નસોમાં,
હા, સપના વસાવ્યા છે મારી નસોમાં,
જેને વહાવી પણ શકું છું,
હાથમાં સમાઈ જાવ છું,
કારણ કે હું એક સ્ત્રી છું.
જીવું છું હું જિંદગી સમાજ માટે,
હા, મેં માન્યું
જીવું છું હું જિંદગી સમાજ માટે,
પણ સમાજના સહારે નહિ જ,
સ્ત્રી છું હું,
પોતાના હક માટે આખા જગતને પણ નમાવી શકું છું...