અરે માણસ, નવરો પડ્યો છે તો એક વાર કુદરતી દ્રશ્યો નિહાળી તો જો
લોકોને નહીં, વાદળમાં રચાતા ચિત્રો જોઈ તો જો
વાહનોની નહિ, પણ એક વાર પંખીની સવારી કરી તો જો
મોકો મળ્યો છે, તો પોતાની સાથે થોડીક વાત કરી તો જો
જંકફૂડ નહીં, પણ ત્રણ ટાઈમ કાઠિયાવાડી ભોજન જમીને તો જો
ચાની મીઠી ચૂસકી, આ શાંત મહેફિલમાં અનુભવી તો જો
રોજબરોજનું કામ નહીં, પણ મનપસંદ કોઈ કામ કરી તો જો
અરે માણસ, નવરો પડ્યો છે તો એક વાર કુદરતી દ્રશ્યો નિહાળી તો જો ....
-Mansi Mangroliya
Youtube Video :
Youtube Video :