Advertisement



વર્ષો જૂના વેર, બધાને ભેળાં કરી તે ભુલવી દીધા...


"વષોઁ જૂના વેર, બધાને ભેળાં કરી તે ભુલવી દીધા,
નાનપણમાં ભુલાયેલી રમતો, રમતા તે કરી દીધા,
ટાઈમ નહોતો જેમને એક ફોન કરવાનો
એમને વીડિયો કોલ કરતાં કરી દીધા,
વાહ કુદરત, તે રસ્તો ભુલેલા માનવીઓને ભાનમાં લાવી દીધા હો,
કરોડો બલી ચડતા પશુઓને, એક સ્વીચ પાડીને તે બચાવી લીધા,
બલાત્કાર હજારો દીકરીઓના થતાં, એમને એક ઝાટકે બંધ કરાવી દીધા,
દર સેકન્ડે હજારો મરતા અકસ્માતમાં,એમને ઘરમાં સહીસલામત બેસાડી દીધા,
વાહ કુદરત, તે રસ્તો ભુલેલા માનવીઓને ભાનમાં લાવી દીધા, કાળા માથાનો માનવી, ધારે એ કરી શકે એવા બોલ તે ખોટા પાડી દીધા,
મજબૂર થઈ પુરાયો પાંજરે માનવી,અને પક્ષીઓને મનભરીને ઉડતા કરી દીધા,
તારી રચેલી આ સૃષ્ટિ વેરવિખેર થવા માંડી, ત્યારે લોકોને ધંધે લગાડી દીધા,
વાહ કુદરત, તે રસ્તો ભુલેલા માનવીઓને ભાનમાં લાવી દીધા"
                                    -ગોલ્ડન રાઇટર





"Years old vengeance, united all of them and forgotten,
Forgetting childhood games, playing them,
There was no time to call one
Made them a video call,
Wow nature, you've got that way of forgetting humans,
Millions of animals sacrificed, rescued by a switch,
After rape thousands of girls, they were stopped immediately,
Every second, hundreds of thousands of dying accidents make him feel at home,
Wow nature, that way brought the forgotten humans into thinking, black-headed humans, assuming they could do it wrong,
Forcibly evacuated the cage to humans, and made the birds fly gracefully,
When this creation of yours began to disintegrate, it put people in business,
Wow nature, that way brought the forgotten humans into oblivion "
                                    -The Golden Writer